Apple Intelligence ચાલુ કરો
જો Apple Intelligence બંધ હોય તો તમે તેને ચાલુ કરી શકો છો.
સેટિંગ્સ
> Apple Intelligence અને Siri પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
Apple Intelligenceની બાજુમાં આવેલા બટન પર ટૅપ કરો.
“Apple Intelligence ચાલુ કરો” પર ટૅપ કરો.
તમારી પાસેના iOS વર્ઝન અને જો તમે અગાઉ Apple Intelligence સેટ અપ કર્યું હોય તો તેના આધારે તમને વિકલ્પ દેખાય છે.
નોટ : તમારા ડિવાઇસ, ભાષા અને ક્ષેત્ર માટે Apple Intelligence ઉપલબ્ધ છે કે નહિ તે જોવા માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.